બીના હાંડા

Batch 1967-68

શ્રીમતી બીના હાંડા : સ્થાપક : ષદ્વઇસાસ સ્ચહાઇવઇમઇનત ધદ્વઉનદઅતાદ્વન : મહામંત્રી ૧૯૬૬-૬૭
શાળાના દિવસો યાદ કરતાં મારામાં શકિતનો સંચાર થાય છે. આચાર્યશ્રી ઝીણાભાઇ અને અન્ય શિક્ષકો તરફથી મને મળેલો પ્રતિસાદ એક અદ્ભૂત અનુભવ હતો. મને નવું શીખવાની પ્રેરણા મળતી. વકતૃત્વ, ગરબા, પ્રશ્નોના હલ કરવાની તાલીમ વિગેરેએ મને ઘડવામાં સહાય કરી . ભૂલોમાંથી શીખવાનું મળ્યું અને ભૂલો કરતાં મળેલા ટેકાએ મારા આત્મવિશ્વાસને સુદ્રઢ કર્યો.ઝીણાભાઇ દેસાઇ અને અન્ય વકતાઓને સાંભળી હું સમૃધ્ધ થઇ અને મૂલ્યો સંક્રાંત થયા. ભૂતકાળમાં દ્રષ્ટિપાત કરતાં મને લાગે છે કે મને મળેલા અનુભવોએ કેટલીક માન્યતાઓને દ્રઢ કરી કે આપણે સમાજને જેટલું આપી શકાય તેટલું આપવું રહ્યું. હું એ માન્યતાને પરિણામે માનવ સંશાધન કાર્યકર બની શકી અને તે માટે મારા માર્ગદર્શકોની હું ઋણી છું.