બાબુભાઇ કે પટેલ

Batch 1971-72

સી.એન.પી.ટી.સી.કોલેજના સને ૧૯૭૧-૭૩ સમયગાળા દરમિયાનની મીઠી યાદો સતત સ્મરણ પર ગુંજયા કરે છે. આ સંસ્થાના નિયામકશ્રી ઝીણાભાઇ દેસાઇ (સ્નેહરશ્મિ) તેમજ પૂ.ઇન્દુબેન શેઠના સતત માર્ગદર્શન અમોને મળતા રહ્યા. પ્રાર્થનામાં કોઇને કોઇ વિદ્ધાન મહેમાન આવતા અને તેમને જાણવાનો, મળવાનો જ્ઞાન મેળવવાનો ખુબ સારો અવસર સતત મળતો રહ્યો. આવડા મોટા કેમ્પસમાં ભણવાની તક મળવી એ મારા માટે એક ઉત્તમ સમય ગણાય. એક આદર્શ શિક્ષક કેવી રીતે તૈયાર કરી શકાય એ પી.ટી.સી. કોલેજમાંથી જ જાણવા મળ્યુ.
સંસ્થા દ્રારા વિવિધ પ્રવૃત્તિઓ, કાર્યક્રમો, પ્રવાસ, પ્રોજકેટ વગેરે દ્રારા સાચા શિક્ષક બનવા માટેની પ્રેરણા મળી.
સંસ્થાના વિકાસ માટે મારી ખુબ ખુબ શુભેરછાઓ
બાબુભાઇ કે પટેલ સી.એન.પી.ટી.સી.
ખાસ ફરજ પરના અધિકારી
ગુજરાત માધ્યમિક અને ઉરચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગાંધીનગર