નેહા શાહ

એક જાપાનીઝ કહેવત પ્રમાણે હજાર દિવસના ઉદ્યમશીલ શિક્ષણ કરતા એક શ્રેષ્ઠ શિક્ષક સાથેનો એક દિવસ વધુ સારો.
ઘણા બધા રાજકારણીઓ, કલાકારો, અવકાશયાત્રીઓ, સાહસવીરો અને ડોકટરોની જેમ હું પણ આજે જે કંઈ પણ છું એ ફકત એક સમર્થ શિક્ષક અને સંસ્થાને કારણે જ છું. શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી મને મારી દિશા પાછી મળી જે ચી. ન. કમ્પ્યૂટર સેન્ટરમાં સ્થિત થઇ.
હું સંસ્થાની અને બધા શિક્ષકોની આભારી છું જેઓ ત્રણ કાર્યને પ્રતિબધ્ધ છે- વિધાર્થીની વ્યકિતગત કાર્ય-કુશળતાને વધુમાં વધુ બહાર લાવવી, ટેકનોલોજી-પ્રધોગિક વિજ્ઞાનમાં વિધાર્થીઓનો રસ વધારવા પ્રોત્સાહિત કરવા અને પોતાની જાતનુ મહત્વ સમગ્ર વિદ્યાર્થીઓમાં સમજાવવું.
હું શ્રી બિમલ રાવલની આભારી છું જેમને મારામાં વિશ્વાસ હતો કે જયારે મને મારામાં વિશ્વાસ નહોતો. એક સમર્થ શિક્ષણશાસ્ત્રી હોવા બદલ એમને ખૂબ અભિનંદન. આપે મારા શિક્ષણ પર ખરેખર એક અમીટ છાપ છોડી છે. આપે વર્ગને રસપ્રદ, સરળ અને ગમ્મતદાયક બનાવી મારામાં શીખવાની ઇચ્છાશકિત જીવંત રાખી.
શ્રી બિમલ રાવલ મારા છેલ્લા અધ્યાપક હોવાની સાથે ચી. ન. કમ્પયુટર સેન્ટરમાં મારી શેક્ષણિક કારકીર્દીનો અંત લાવવાથી સારો બીજો રસ્તો હું વિચારી પણ ના શકું. જેનો પ્રારંભ અને સમાપન ઉચ્ચ કક્ષાના હતા. શ્રી રાવલ એક અદભૂત પ્રાધ્યાપક છે અને તેમની હકારાતમક અસર તેમના વિદ્યાર્થીઓ પર અવિરત રહેશે એમાં મને કોઇ શંકા લાગતી નથી.