નીતિન શુક્લ

સી.એન. માં ગાળેલા ૬ વર્ષ (૧૯૬૧ થી ૧૯૬૭) જિંદગીના સૌથી યાદગાર અને અગત્યના વર્ષો છે. માનસપટ પર કઈ કેટલીયે યાદો ઉભરી આવે છે…. જેમાંની થોડીક વ્યક્ત કરું તો … કે.સી.વ્યાસ સાહેબ પાસેથી સાંભળેલી વાર્તાઓ, શશીકાંતભાઈ પાસેથી શીખેલ વાદ્યસંગીત (વાયોલીન), ભાઈલાલભાઈ પાસેથી શીખેલી પ્રાર્થના મંદિરમાં ગવાતી ઉત્કૃષ્ટ કાવ્યરચનાઓ, શશીકાંતભાઈ અમીનની વર્તણુક થી અમારામાં સિંચાયેલી ખુદ્દારી, વિલીબેન અને પ્રજાપતિ સાહેબની વાત્સલ્યસભર શીખવવાની વિશિષ્ટ પદ્ધતિઓ, આર.યુ. દવે સાહેબ પાસેથી શીખેલા કાવ્ય પરિશીલનો, દલાલ સાહેબની શિસ્તપાલનતા, સ્નેહરશ્મિ નું સદા પ્રફુલ્લિત વ્યક્તિત્વ તથા તેમના થકી વ્યાપ્ત એ સમયનું હાઇકુમય વાતાવરણ, પ્રાર્થના સભામાં અનેક નામાંકિત વ્યક્તિઓના પ્રવચનોથી સિંચાયેલા અમારા બાળમાનસ, સાચા અર્થમાં મોન્ટેસરી પદ્ધતિ જેમાં શાળાનો; શિક્ષકનો કે શિક્ષણનો કોઈ ખોફ કે ડર નહિ …..
સાચેજ – “તે હિનો દિવસા ગતા:” (તે દિવસો તો ગયા !).