જોય શાહ

Batch 1976

મેં ચી.ન. વિધાલયમાં ૧૯૭૨ થી ૧૯૭૬ સુધી ટેકનીકલ વિષયો સાથે અભ્યાસ કર્યો હતો. તે ચાર વર્ષો મારી જીંદગીના સુવર્ણ દિવસો હતા કે જયાં મને સ્પર્ધાંનું મહત્વ સમજાયુ અને મારા ભવિષ્ય માટે સ્વપ્ન જોવાનુ શરૂ કર્યુ.
મને મારો ટેકનીકલ વિષયો સાથેનો સમયગાળો યાદ છે. ફકત અમારા વર્ગો ત્રણ મકાનોમાં ફેલાયેલા અને અમે કાર્યશાળા થી ચિત્રશાળા અને સામાન્ય વર્ગોમાં આવન-જાવન કરતા હતા. અહીં મારા ભવિષ્યની પાયો નંખાવ્યો કે જે મને કેમીકલ એન્જીનીયરીંગમાં પ્રથમ ક્રમાંક મેળવવા અને કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટસીના સભ્યપદ મેળવવામાં મદદરૂપ પૂરવાર થયો.
અત્યારે હું ભારતના સૌથી વિશાળ એકમ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના પેટ્રોકેમીકલ અને પોલીએસ્ટર કોમ્પલેક્ષના સેન્ટ્રલ ટેકનીકલ સવીસીઝમાં વડા તરીકે કામગીરી બજાવું છું.
હું શાળાના શિક્ષકોને અને સી.એન. સંસ્થાનો મારી જવલંત કારકીર્દીનો પાયો નાખવા માટે અને મને એક સારો નાગરિક બનાવવા બદલ ખુબ જ આભારી છું.