ગૌરાંગ ચોકસી

Batch 1965 to 1971

હું ડો. ગૌરાંગ ચોકસી (એમ.એસ.) ઓથોપેડીક, ચી.ન.વિધાવિહારનો ગોરવવંતો વિધાર્થી છું. મેં ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન સંપૂર્ણ માધ્યમિક શિક્ષણ ત્યાંથી મેળળ્યું. હું કયારેય પણ મારા શાળાના દિવસો ભુલીશ નહી. ચી.ન.વિધાવિહારે મને ફકત બોર્ડનો અભ્યાસક્રમ જ નથી શીખવાડયો પરંતુ પ્રામાણિક બની દેશને અને દેશના લોકોને સમર્પિત રહેવાનું શીખવ્યું છે. હું માનુ છું કે ચી.ન.વિધાવિહારે વિધાર્થીઓને મજબુત આદર્શો આપ્યા છે જે તેઓની સાથે જીવનભર રહે. હું ૨૦ પથારીની વ્યવસ્થાવાળી એવી મારી સ્વતંત્ર ઓથોપેડીક હોસ્પિટલ ધરાવુ છુ. જે સફળતાથી કાર્યરત છે. હું જરૂરીયાતમંદ ર્દદીઓને વ્યાજબી ફી લઇને સારવાર પુરી પાડુ છુ. મને જયારે પણ તક મળે ત્યારે હું મારા તમામ શિક્ષકોની સેવા કરવા ચાહુ છુ. મને શાળા ખુબ ગમે છે અને એટલે જ મારા બન્ને બાળકો આકાર અને આકૃતિ અહીંજ ભણે છે. આની સાથે હું એક ફોટો મોકલાવું છુ. જે ધોરણ ૮માં મારા ચિત્ર શિક્ષકના માર્ગદર્શનમાં તૈયાર કરેલ છે.ધણુ જીવો મહાન ચી.ન.વિધાવિહાર.