ઋત્વિજ શાહ

Batch 1993

ચાર્ટડ એકાઉન્ટન્ટ (છસ્) ગુજરાતમાં ૭મો રેન્ક અને અમદાવાદમાં ૩જો રેન્ક બોર્ડની પરીક્ષામાં પ્રાપ્ત કરેલ
મેં ચી. ન. વિદ્યાવિહારમાં ધો.૫ થી ધો. ૧૨ સુધી અભ્યાસ કર્યો અને ૧૯૯૩માં મેં ધો. ૧૨ પસાર કર્યું વિદ્યાવિહારમાં મારા અભ્યાસને અનુરૂપ સ્પર્ધાત્મક વાતાવરણ મને મળ્યું. ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત કર્યું અને સૌથી મોટો લાભ મને રમત-ગમત, ઉદ્યોગ, કલા, સંગીત, નાટક વિગેરે પ્રવૃતિમાં સામેલ થવાનો અને અમૂલ્ય અનુભવ પ્રાપ્ત કરવાનો થયો. મને લાગે છે કે સી. એન. પાસે જે ક્ષેત્રમાં વિદ્યાર્થીને રસ હોય તે ક્ષેત્રની તેનામાં રહેલી શકિતને વિકસાવવાની ખાસ પ્રક્રિયા હસ્તગત છે. તેણે મને શ્રેષ્ઠ શિક્ષણ, સાંસ્કૃતિક મૂલ્યો અને જીવંતપર્યતના મિત્રો આપ્યા છે. મારા જિવનને ઘડવામાં અને હાલમાં હું જે છું તેમાં માતૃસંસ્થાનો મોટો ફાળો છે.