આરતી મુનશી

Batch 1980

પાંચમા ધોરણથી બારમા ધોરણ સુધીનો આ સંસ્થામાં કરેલો અભ્યાસ,મારી અત્યારની કારકિર્દીના પાયામાં છે. પૂ.મુ.ઝીણાદાદાએ મારામાં રહેલી સંગીતની ભૂખ અને ધગશ પિછાણીને મને મુ.શ્રી.ભાઇલાલભાઇને સોંપી હતી એવું કહીશ તો અતિશયોકિત નહીં કહેવાય. શાળાના દરેક નાનાં મોટા કાર્યક્રમમોમાં મને સંગીત રજૂ કરવાનો મોકો મળ્યો તેથી જ આજે આત્મવિશ્વાસથી હજારો પ્રેક્ષકો સમક્ષ મારી રજૂઆત કરી શકું છું વળી, બદ્વરનુ બરદ્વઉગહત ઉપ જેવું અનુભવી શકાય તે રીતે હાલમાં શાળામાં જ સંગીત શિક્ષિકાની ફરજ બજાવું છું, જે મારે માટે ગર્વ અને ગૌરવની બાબત છે. શાળા પાસેથી જે મેળવ્યું તે પાછું આપી શકું તેવી ભાવના છે.