અરંવિદ શાહ

Batch 1954

ચી.ન.વિધાવિહાર મારી સંસ્કાર માતા છે કે જેણે મને મારી ઉત્તમોત્તમ કાર્યક્ષમતા સુધી પહોચાડવામાં મદદ કરી જે માટે હું મારી જાતને નસીબવંતી માનુ છું. હું ૧૯૪૭મા છાત્રાલયમાં એક સામાન્ય –મધ્યમવર્ગીય પરિવારમાથી સાધારણ વિધાર્થી તરીકે દાખલ થયો અને મેં વિધાલયની છાત્રવૃતિ મેળવનાર વિધાર્થી તરીકે અને ચી.ન.વિધાવિહારમાં પણ સ્કોલર વિધાર્થીનું બહુમાન મેળવનાર સાબિત થયો. (આ રેકોર્ડ આજે પણ તૂટયો નથી અને અખંડિત છે.) મારી શાળાકીય સફળતાનું અને સફળ કારર્કીદ્રિ નું શ્રેય મારી સંસ્કાર માતા વિધાવિહારને જાય છે.

શેઠ ચીમનલાલ,માણેકબા અને ઇન્દુમતીબેનની પ્રેરણાદાયી, નમ્રતા, પ્રેમ અને જતને મને શીખવાડયું કે જરૂરતમંદને માટે તમારો હાથ ફેલાવવો એ દાન નથી પણ તમારી સામાજીક જવાબદારી છે.

વિધાવિહારે ૨૦મી સદીની શૈક્ષણિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો પૂરી કરી અને હું આશા રાખુ છું અને પ્રાર્થના કરુ છુ કે છાત્રાલય અને વિધાલય બન્ને સબળ રીતે પરિવર્ત્તિત થઇ એવી સંસ્થા બને કે જે ૨૧મી સદીની જરૂરીયાતો સંતોષે અને વૈશ્વિક નાગરિકો અને વૈશ્વિક સાહસી નેતાઓ જન્મ્ર્ર્ર્ર્ર કે જે વિશ્વ શાંતિ માટે લડે. સી.એન.ની વેબસાઇટનું ઉદ્દધાટન એ દિશામા એક આગળનું પગલું છે.