ઈન્દુમતીબેન શેઠની પુણ્યતિથિએ ચી.ન.વિધાવિહાર શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

તા.૧૧ માર્ચે ૨૦૧૪

ઈન્દુમતીબેન શેઠની પુણ્યતિથિએ બાલ વિધાલયમાં તેમના જીવન પર આધારિત નાટક ભજવવામાં આવ્યુ. કિશોર વિધાલયમાં ઇન્દુમતીબેનના જીવન પર એક વકતવ્યનુ આયોજન કરવામાં આવ્યુ એમાં ભાગ લેનાર સુંદર વકતવ્ય આપનાર બે વિધાર્થીઓને સંસ્થા દ્વારા ઇન્દુમતીબેન જન્મ શતાબ્દી અંક’ ઇનામરૂપે આપવામાં આવ્યો.
પૂ. ઇન્દુમતીબેન શેઠની પુણ્યતિથિએ સંસ્થાના વિધાર્થીઓ, શિક્ષકોએ સ્મૃતિ કેન્દ્રની મુલાકાત લીધી. જંયા ઈન્દુમતીબેનની નોંધપોથીઓ અને એમની માલિકીની વસ્તુઓ રાખવામા આવી છે. બાળકોને બહેનના જીવન મૂલ્યો, શિક્ષણ માટેના વિચારો અને તેમની ઉપલબ્ધીઓની માહિતી આપવામાં આવી.
દેશના લોકો માટે તેમનું સમગ્ર જીવન સમર્પિત કર્યુ હતું.