ચી. ન.વિધાલયે શહેરની શ્રેષ્ઠ શાળા તરીકે મેળવેલ સ્થાન

તા.3૧.૩.૨૦૧૪

ગુજરાત એજયુકેશન બોર્ડ જીલ્લા કક્ષાએ શહેરની ૪૦૦ શાળામાંથી ચી. ન.વિધાલયને શ્રેષ્ઠ શાળા તરીકે જાહેર કરવામાં આવી છે અને રૂા. ૧ લાખનુ ઇનામ જાહેર કર્યુ છે. શાળાનું મૂલ્યાંકન શૈક્ષણિક, ઇતર પ્રવૃત્તિ, શિસ્ત, સામાજીક કાર્યોમાં વિધાર્થીઓની ભાગીદારી તેમજ ચી.ન. વિધાવિહારની સંસ્થાઓ દ્વારા કમ્પ્યુટર શિક્ષણ, અંગ્રેજી ભાષા, આર્ટ, ક્રાફટ, સંગીતને અપાતુ પ્રાધાન્ય વગેરેને ધ્યાને લેવામાં આવ્યા હતા.