ચી.ન.અંગ્રેજી માધ્યમના વિધાર્થીઓએ મેળવેલ સિધ્ધિઓ

વર્ષ ૨૦૧૩-૧૪માં

સંદેશ અખબાર દ્વારા ડીસેમ્બર ૨૦૧૩માં યોજાયેલ સ્ટેટ લેવલ ઇન્ટર સ્કૂલ કવીઝ કોન્ટેસ્ટ જે ગુજરાતના ધોરણ ૮ના તેજસ્વી વિધાર્થીનેે શોધી કાઢવા યોજાઇ હતી. તેમાં યથાર્થ મોદીએ પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. તેને સ્ટુડન્ટ ઓફ ધ યરના ર્સટીફીકેટ દ્વારા સન્માનવામાં આવ્યો હતો.
ધોરણ-૭ના વિધાર્થી નીખર્વ શાહે એસેટ મેથેમેટીકસ લેવલની પરીક્ષામાં ૯૮.૯ % ગુણ પ્રાપ્ત કરી DUKE TIP E-Program દાખલ થવા લાયકાત મેળવી. આ કોર્સ તેજસ્વી વિધાર્થીઓને શોધી ભારતની નામી શૈક્ષણિક સંસ્થા અને Creator of ASSET Test સાથે ભાગીદારીમાં શૈક્ષણિક મદદની તક પુરી પાડે છે.નિખર્વે ઇન્ટરનેશનલ મેથેમેટીકસ ઓલીમ્પીયાડ માં પ્રવેશ મેળવી શાળાના પ્રથમ ક્રમાંકિત વિધાર્થી તરીકે સુવર્ણચંદ્રક મેળવ્યોં અને રાજયકક્ષામાં ૪૪ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ૫૦૦ માંથી ૪૭૭ મો ક્રમાંક પ્રાપ્ત કર્યો.