સુપર સીકસ સ્પર્ધા

સી.એન. સ્પોર્ટ્સ અકેડેમી સુપર સીકસ સ્પર્ધા થી જાન્યુઆરી ફેબ્રુઆરી -૨૦૧૪ દ્રારા પ્રજાસત્તાક દિન ની ઉજવણી
તા: ૨૬ જાન્યુઆરી ,
સમય: સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ ,
સ્થળ: સી.એન. રમત ના મેદાનો

ક્રિકેટની એક વિશિષ્ટ કહી શકાય એવી સ્પર્ધા ‘સુપર સીક્સ’ સ્પર્ધાનું CN Sport Academy દ્રારા આયોજન કરાયેલ છે . શાળા એ જતા બાળકોમાં સ્વસ્થ સ્પર્ધાને પ્રાધાન્ય આપી સંસ્થાએ તેની પ્રતિબધ્ધતા જાળવી રાખી છે . ક્રિકેટના ચાહકોને આ સ્પર્ધા એક આનંદદાયક અનુભવ કરાવશે એવી આશા છે. સ્પર્ધા સૌથી વધારે અને સૌથી લાંબી સીક્સ મારવા અંગેની છે . જે સ્પર્ધક સૌથી વધારે લાંબી સીક્સ મારશે એ વિજેતા ઘોષીત થશે. આ વિશિષ્ઠ સ્પર્ધા શાળાના બાળકોમાં સારો રસ જગાવશે અમને ક્રિકેટ રસીયાઓથી મેદાનોને જીવંત બનતા જોવા ની આશા છે . સ્પર્ધા ૨૬ જાન્યુઆરી થી સતત ત્રણ વીક એન્ડ સુધી ચાલશે.

તારીખ
કવોલીફાઈંગ રાઉન્ડસ- રવિવાર ૨૬ જાન્યઆરી અને ૧ લી ફેબ્રુઆરી શનિવાર
ફાઇવલ રાઉન્ડ- ૮ ફેબ્રુઆરી ૨૦૧૪
સ્થળ- ચી.ન. સ્પોર્ટ્સ એકેડેમી ગ્રાઉન્ડસ
સમય- ૯.૩૦ કલાકે થી ૧૨.૩૦

પ્રથમ કવોલીફાઈંગ રાઉન્ડ ૨૬ જાન્યુ. ૨૦૧૪ સવારે ૯.૩૦ વાગે રમાનાર છે, અને આ વિશિષ્ઠ વિચારને સ્પર્ધકોની રમતમાં આકાર લેતો જોવા આપને આમંત્રણ આપીએ છીએ. ચી.ન. સ્પોટˆસ એકેડેમી અને સ્પર્ધકોને સહકાર અને પ્રોત્સાહન પૂરું પાડવા અને સ્પર્ધા આગળ ધપાવવા આપની હાજરી જરૂરી છે. આપને વિનંતી છે કે રસ ધરાવતા મિત્રો અને તેમના પરીવાર ના બાળકો ક્રિકેટ પર પોતાનો હાથ અજમાવવા માગતા હોય તેમને સાથે લાવશો.