પૂ. ઇન્દુમતિબેન શેઠની ૧૧૪મી જન્મ જયંતિ ઉજવણી

શેઠ સી.એન.વિદ્યાવિહાર,અમદાવાદ- સંપર્કઁ ન.૨૬૪૬૩૫૧૧
પૂ. ઇન્દુમતિબેન શેઠની ૧૧૪મી જન્મ જયંતિ ઉજવણી – નિમંત્રણ
ગાંધી મૂલ્યોના જતન સાથે સમાજ અને રાષ્ટ્રને ઉપયોગી થવાના સંસ્થાના ધ્યેયોનું સફળ સંવર્ધન કરનાર અને ગુજરાતનાં પ્રથમ શિક્ષણ મંત્રી પદ્મશ્રી પૂ. ઇન્દુમતિબેન શેઠની તા:૨૮.૧૧.૨૦૧૯, ગુરુવારના રોજ ૧૧૪મી જન્મ જયંતિ નિમિત્તે સંસ્થા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આપનું રક્તદાન બે કરતાં વધુ વ્યક્તિને જીવન દાન આપશે તો તેમાં અનુકૂળ હોય તો આપને તેમજ આપના અન્ય સહયોગીને પણ સાથે લાવીને આ પ્રવૃત્તિમાં જોડાવા નમ્ર વિનંતી છે. મને આપનામાં વિશ્વાસ છે કે સંસ્થા પરિવાર દ્વારા આયોજિત આ ઉત્તમ પ્રવૃત્તિમાં બહેનોસહિત તમામ વાલીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ મહત્તમ સંખ્યામાં સહયોગી બનશો જ.
આ દિવસે ખાદીનું વેચાણ તેમજ સંસ્થા અંતર્ગત સ્વચ્છતા અભિયાન પણ રાખેલ છે.
રક્તદાન શિબિર : સમય: સવારના ૮ થી ૧૨.૩૦ સ્થળ: કમ્યુનિટી સાયન્સ સેન્ટર,
ખાદી વેચાણ : સમય : સવારના ૮ થી ૪.૩૦ કિશોર વિદ્યાલય
ડો. કિરીટ જોષી
નિયામક, શેઠ સી.એન.વિદ્યાવિહાર