ચી.ન. ફાઈન આર્ટસ કોલેજ વિદ્યાર્થી જતીને ફોટોગ્રાફી કોમ્પીટીશન માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું

ચી.ન. ફાઈન આર્ટસ એ.ટી.ડી.ના વિદ્યાર્થી જીતેન શૈલેષકુમારે નેશનલ એજયુકેશન સમીટ-૨૦૧૩ ગાંધીનગર ખાતે યોજાયેલ ફોટોગ્રાફી સ્પર્ધા માં પ્રથમ ઈનામ મેળવેલ છે. રાષ્ટ્રીય કક્ષાની સ્પર્થા પ્રી-સમીત ઈવેન્ટ ના ભાગ રૂપે સરદાર પટેલ યુનિવરસીટી અને વિધાનગર ફાઈન આર્ટસ કોલેજ દ્વારા યોજાઈ હતી. સ્પર્થાનો વિષય જીવન (લાઈફી હતો. એવોર્ડ વિનીંગ ફોટોગ્રાફ વિધાવિહાર ના પરીસર ઉપર લેવાયો હતો. આ ફોટોગ્રાફ બે ઝાડ વચ્ચે થી લેવાતા સુર્ય પ્રકાશમાં બાળકો સ્નાન કરી રહેલા હોય એમ લેવાયો છે. વિધાવિહાર માટે આ એક ગર્વની વાત છે કે જેમા વિધાર્થીજીવનની જલક દેખાય છે. આ ફોટોગ્રાફે ૧૫૦ સ્પર્ધકોના ૫૩૦ ફોટોગ્રાફમાં થી પ્રથમ ઈનામ પ્રાપ્ત કરેલ છે.

JIT_9175