ખેલકૂદ દ્રારા પ્રજાસત્તાક દિનની ઉજવણી

તારીખ: ૨૬ જાન્યુઆરી
સમય: સાંજે ૪ થી ૬
સ્થળ: લો-ગાર્ડન

૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિને સાંજે ૪ થી ૬ દરમિયાન લો-ગાર્ડનની ગલીઓ બાળકો માટે રમતનુ મેદાન બની રહેશે. સ્ટ્રીટ સ્માર્ટ તરીકે જાણીતો આ કાર્યક્રમને ખેલકૂદ’ નામ આપવામા આવ્યુ છે.

ખેલકૂદ એપ્રોચ , ચી.ન. વિધાવિહાર અને શ્રેયસ ફાઉન્ડેશન ના સહકાર થી યોજનાર છે. જુદી- જુદી લગભગ ૧૫ રમતો ખેલકૂદમાં રમાડવામાં આવશે. જેવી કે ઉભી ખો, નાગોલચુ, સાપ-સીડી, ગલી ક્રિકેટ, હે ગેમ, લીંબુ ચમચો, કોથળા દોડ વગેરે.

આ આયોજન કરવા પાછળનો હેતુ શહેરની ગલી ઓને બાળકોના રમત ગમત માટે ખુલ્લી મુકવાનો છે. અને થોડા સમય માટે શહેરના રસ્તાઓને ખેલ મેદાનમાં પરિવર્તીત કરવાનો છે. જેથી બાળકો મુકત મને રમી શકે અને તેમનામાં રહેલ કૌશલ્યોને પ્રદર્શિત કરી શકે.