શિશુવિહાર

પરિચય

IMG_0405_1_smallચી.ન વિધાલયનું પ્રવેશ દ્વાર શિશુ વિહાર છે. Jr.અને Sr kg ના વર્ગોનો સમાવેશ શિશુ વિહારમાં થાય છે. J kg નાં વર્ગો પૂજય ઇન્‍દુમતીબેનનું નિવાસ સ્‍થાન હતું ત્‍યાં લેવામાં આવે છે. S.kgનાં વર્ગો તાજેતરમાં બંધાયેલા નવા મકાનમાં લેવામાં આવે છે. શિશુવિહારનો સમય ચાર કલાકનો છે.

શિક્ષણ-પરિક્ષણની પ્રક્રિયા

આ તબક્કે બાળક મોટર અને ભાષાનાં કૌશલ્‍યો મેળવે છે. માદામ મોન્‍ટેસોરીની શૈક્ષણિક ફિલ્‍સુફીનો આધાર લઇને યોગ્‍ય નાગરિક ભાવના અને કલાત્‍મક દ્રષ્‍ટિ કેળવવા ઉપર ભાર મૂકવામાં આવે છે. ભાષા મહત્તમ રીતે ગીતો અને સંગીત દ્વારા શીખવવામાં આવે છે. શાળાનાં ચાર કલાકના સમયમાંથી એક કલાક સંગીત માટે ફાળવવામાં આવે છે. સંગીત, લય-તાલ, કસરત અને કલા રોજિંદી પવૃતિના ભાગ રૂપે હોય છે. વર્ગખંડમાં શિક્ષક ચિત્રકામ, રંગપૂરણી, જુદા-જુદા આકાર અને કદનાં બ્‍લોકસ ગોઠવવાની પ્રવૃતિઓ જૂથમાં કરાવે છે.

Subscribe for a Newsletter