બાલ વિધાલય

ઇતરપ્રવૃત્તિઓ

DSC_6021વિધાર્થીઓ ગણિત આંતરક્રિયા પધ્‍ધતિ (interactive method) થી શીખે છે. નવી દિલ્‍હી સ્‍થિત “જોડોગ્‍યાન” સંસ્‍થા સાથે જોડાણ કરવામાં આવ્‍યું છે. અને તેમના નિષ્‍ણાંતો શાળામાં આવી શિબિરો યોજે છે. અને શિક્ષકોને ગણિત વિષય ભાર વગર કઇ રીતે શીખી શકાય તેવી પધ્‍ધતિઓની જાણકારી નિદર્શન દ્વારા આપે છે. જોડોગ્‍યાને ગણિત વિષયની તૈયાર કરેલી સામગ્રી અને સાધનોનો ઉપયોગ શાળાના શિક્ષકો કરે છે અને એ રીતે ગણિત અંગેનો ભય દૂર કરવામાં સફળ રહ્યા છે. માટીકામ અને અન્‍ય પ્રવૃત્તિઓથી બાળકોની સર્જનાત્‍મક અભિવ્‍યકિત થાય છે. દર બે વર્ષે બાળમેળો યોજાય છે. બાળકો અને વાલીઓ ઉત્‍સાહપૂર્વક ભાગ લઇ ઉત્‍સવ મનાવે છે.

વિધાર્થી જીવન

IMG-20130909-WA002સંગીત અને સાહિત્‍યના વાતાવરણમાં બાળકો ભરપૂર આનંદ મેળવે છે. રોજીંદી પ્રાર્થનાસભાથી દિવસની શરૂઆત થાય છે જેમાં પ્રાથના ઉપરાંત ગીતો, વાર્તા, સમાચારોનું વાંચન, શૈક્ષણિક કે સાંસ્‍કૃતિક પ્રસ્‍તૃતિ વિગેરેનો સમાવેશ થાય છે. બાળકો ઘરેથી પોષ્‍ટિક નાસ્‍તો લાવે તેવો આગ્રહ રખાય છે. ફાસ્‍ટફૂડ પ્રતિબંધિત છે. શિક્ષકો બાળકોના નાસ્‍તાના ડબ્‍બાની તપાસ રાખે છે. અને નાસ્‍તો પૂરો કરે તેવો આગ્રહ પણ રાખે છે. બાળકો ધો.૧ થી ચિત્રકામ અને કલા જેવી આનુંષંગિક પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવે છે. બાળકો રાજય કક્ષાની, રાષ્‍ટ્રિય કક્ષાની અને આંતરરાષ્‍ટ્રિય કક્ષાની સ્‍પર્ધાઓમાં ભાગ લે છે અને ઇનામો પ્રાપ્‍ત કરે છે. શાળામાં ચિત્ર, મહેંદી, રંગોળી, દીવા બનાવવા વિગેરે સ્‍પર્ધાઓ વર્ષ દરમિયાન યોજાય છે અને બાળકોને વિવિધ અનુભવોમાંથી પસાર થવાનું શીખવા મળે છે. શાળા શિક્ષકો, બાળકો અને વાલીઓના સહકારથી સામાજિક પ્રવૃતિઓમાં સહયોગ આપે છે. અને સ્વૈછિક સંસ્‍થાઓ સાથે મળીને વૃધ્‍ધાશ્રમ, મ્‍યુનિસિપાલિટીની શાળા, અપંગ માનવ મંડળ જેવી સંસ્‍થાઓની મૂલાકાત લઇ રમકડાં અને અન્‍ય સામગ્રી સુપ્રત કરે છે. સેવાની ભાવના અન્‍યને સહાયરૂપ થવાની ભાવના બાળકોમાં કેળવાય એને ધ્‍યાનમાં રાખી આવા કાર્યક્રમો યોજાય છે. Joy of Giving નો અનુવે તેમને થાય છે. શિયાળામાં બાળકો માટે એક દિવસિય પર્યટન યોજાય છે અને દિવાળી તથા ઉનાળુ વેકેશનમાં બે-ત્રણ દિવસ પ્રકૃતિની ગોદમાં શિબિરો ગોઠવાય છે. એડવેન્‍ચર કેમ્‍પ અને નેચર કેમ્‍પમાં તેઓ ઉત્‍સાહપૂવક ભાગ લે છે.

શિક્ષકો માટે તાલિમ

બેંગ્‍લુરૂ સ્‍થિત રીશી વેલી સ્‍કૃલ અને જોડોગ્‍યાન સંસ્‍થાઓ સાથે જોડાણ કરી નિષ્‍ણાંતોને આમંત્રી શિક્ષકો માટે તાલીમ શિબિર યોજવામાં આવે છે. છેલ્‍લા બે વર્ષથી શિક્ષકો ગણિત વિષયને રસપ્રદ બનાવવાનો ભગીરથ પ્રયત્‍ન કરી રહ્યા છે. શિક્ષકોને તાલીમવર્ગો, શિબિરોમાં ભાગ લેવા પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.

Subscribe for a Newsletter