બાલ વિધાલય

 

પરિચય

IMG_0243_1બાલવિધાલયમાંથી બાળકોના ઔપચારિક શિક્ષણનો આરંભ થાય છે. અહીં ૬૭૫ જેટલાં બાળકોનો સમૂહ જોવા મળે છે. ધો.૧ થી ધો.૫ મા સુધી બાળકો અહીં અભ્યાસ કરે છે. ગણિત અને ભાષાઓની વિભાવનાઓની સાથે સામાજિક અને સાંસ્‍કૃતિક કૌશલ્‍યોની સમજ કેળવાય છે.

શિક્ષણ-પરિક્ષણ પધ્‍ધતિ

DSC_6022બાલ વિધાલયની ફિલસૂફીમાં પરંપરાગત અને અર્વાચીન મૂલ્‍યોનું સાયુજય જોવા મળે છે. શિક્ષકો બાળકો પાસેથી ગણિત, ભાષા કે અન્‍ય વિષયો સંદર્ભે મૌખિક અભિવ્‍યકિતની અપેક્ષા છે. નીચલા ધોરણોમાં એક વર્ગશિક્ષક સમગ્ર વર્ષ દરમિયાન અભ્‍યાસ કરાવે છે. મૂલ્‍યો સંક્રાંત કરવા બોધપ્રદ વાર્તાઓનો ઉપયોગ કરવામાં આવે છે. શાળામાં ગુજરાત રાજ્ય દ્વારા નક્કી થયેલો અભ્યાસ કરાવવામાં આવે છે. અઠવાડિયામાં એક દિવસ ગ્રંથાલયમાં ગમતાં પુસ્‍તકો બાળકો વાંચે, શાળામાં ગુજરાતી માધ્‍યમ છે પરંતુ અંગ્રેજી ભાષાને સઘન કરવા ખાસ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. આ માટે બે વધારાના શિક્ષકોની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જરૂરિયાતમંદ વાળા બાળકોને સંસ્‍થા દ્વારા ફી માફી આપવામાં આવે છે. શિક્ષકો વાલીઓને સમયાંતરે મળીને બાળકની પ્રગતિનો અહેવાલ આપી જરૂરી સૂચનો કરે છે.

Subscribe for a Newsletter