કિશોર વિધાલય

શૈક્ષણિક અને ઇતરપ્રવૃત્તિઓ

2013-10-12 09.40.13સવારની પ્રાથના મંદિરની પ્રાથના સમગ્ર દિવસ માટેનો માહોલ બનાવે છે. દરેક વર્ગમાં કોઇ એક સાંસ્‍કૃતિક નિદર્શનની તૈયારી માટે એક સપ્‍તાહનો સમય આપવામાં આવે છે. કળા, સંગીત,નૃત્‍ય, નાટય વકતૃત્‍વ જેવી પ્રવૃત્તિઓ ઉપર ખાસ ભાર મૂકી વિધાર્થીઓને માર્ગદર્શન આપી તૈયાર કરવામાં આવે છે. સમયાંતરે તેમની કલ્‍પના શકિત અને સર્જનાત્‍મકતાને અવકાશ મળે તે માટે ખાસ પસંદ કરેલા સ્‍થાનો ઉપર લઇ જવામાં આવે છે. જયાં વ્‍યકિતગત રીતે અને સમૂહમાં ચોક્કસ પ્રવૃત્તિઓ દ્રારા તેમનાં કૌશલ્‍યને નિખારે છે.

વિધાર્થી જીવન

Kishor vidhyalaya 2વિધાર્થીઓને રાષ્‍ટ્રિય અને આંતરરાષ્‍ટ્રિય સ્‍પર્ધાઓ માટે માર્ગદર્શન આપવામાં આવે છે. મેથ્‍સ આલિમ્‍પીઆડ, વકતૃત્‍વ સ્‍પર્ધા, ચિત્ર સ્‍પર્ધા, મોડેલીંગ, વિજ્ઞાન મેળો અને અન્‍ય સ્‍પર્ધાઓમાં ભાગ લઇ ઇનામ તથા શીલ્‍ડ મેળવી સંસ્‍થાને ગૌરવ અપાવે છે. દર વર્ષે લગભગ ૧૨૦ જેટલાં બાળકો ગુજરાતી વિધાપીઠ સંચાલિત હીન્‍દી ભાષાની પરીક્ષામાં ભાગ લઇ પ્રાવીણ્‍ય મેળવે છે. લગભગ ૨૦૦ બાળકો ગાયત્રી પરિવાર દ્વારા સંચાલિત ભારતીય સંસ્‍કૃતિને લગતી પરીક્ષાઓમાં ભાગ લે છે અને સાસ્‍કૃતિક પરંપરાઓને આત્‍મસાત કરે છે. ૧૦૦ જેટલા બાળકો મેકમીલન અને ન્યૂ સાઉથ વેલ્‍સ (ઓસ્‍ટ્રેલીયન) દવારા યોજાતી ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને કમ્‍પ્‍યુટર વિષયની પરીક્ષામાં ભાગ લે છે. આ ભાષાનું માધ્‍યમ અંગ્રેજી હોવા છતાં ગુજરાતી માધ્યમ નાં બાળકોનું પરિણામ ઉત્‍સાહજનક રહે છે.

સામાજિક જવાબદારીના ભાગ રૂપે બાળકો અને વાલીઓ શિયાળામાં ગરીબોને ધાબળાનું દાન કરે છે. અને અંધશાળા, અનાથઆશ્રમ, ઘરડાઘર તથા હોસ્‍પિટલમાં જઇ ફળ, દવા વિગેરેનું વિતરણ કરી મનોરંજન કાર્યક્રમ પણ પ્રસ્‍તૃત કરે છે. આમ શિક્ષણની પ્રક્રિયાનાં ભાગ રૂપે બાળકોની સંવેદનશીલતાને સંકોરવામાં આવે છે. અને સામાજિક જવાબદારીનું ભાન કરાવવામાં આવે છે.

Subscribe for a Newsletter