કલાનિકેતન

કલાનિકેતન

કલાનિકેતન

એક સુસજ્જ સંગીત શાળા તરીકે વિકસાવવાનાં ઉદ્દેશ સાથે ચી.ન. કલાનિકેતનની સ્થાપના ૧૯૮૧માં થઈ હતી. જો કે ઈન્દુમતીબેનનું એ સ્વપ્ન અધુરુ રહ્યુ હતુ.

સર્વાગી વિકાસને વરેલી ચી.ન. વિધાવિહારની સંસ્થા ‘કલાનિકેતન’ સંગીત નૃત્ય અને વાઘોની તાલીમ આપી વિદ્યાર્થીઓના વિકાસમાં એક નવું પરિમાણ ઉમેરે છે. શૈક્ષણિક સજ્જતાની જેટલી આવશ્યકતા છે. તેની સાથે બાળકો કલાભિમુખ બને અને તેને વ્યવસાય તરીકે ન સ્વીકારે તો પણ નીજાનંદ માટેનું તે સાધન બને એ ઉદ્દેશથી આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. પૂર્વ વિદ્યાર્થીઓનાં સંતાનો, શુભેરછકો અને હિતચિંતકોના સંતાનો પણ કલાનિકેતનનાં વર્ગોમાં પ્રવેશ મેળવી શકશે.

સંસ્થા ઈન્દુમતીબેનના ચંદન બંગલામાં કાર્યરત છે સાંજના શાળા છુટ્યા પછી કંઠ્ય, હારમોનીયમ, તબલાના અને નૃત્યના જુદા જુદા વર્ગોમાં લગભગ ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓથી વાતવરણ જીવંત બની જાય છે. કલાનિકેતન દ્વારા પ્રખ્યાત કલાકારો દ્વારા નિયમિત અંતરે સંગીતની કાર્યશાળા, જલસા વગેરે યોજવામાં અવે છે. બાળકોએ વર્ષ દરમિયાન મેળવેલ શિક્ષણ એમ તેમની વિશિષ્ટ પ્રતિભા પ્રદર્શિત કરવા સંસ્થાનો વાર્ષિક કાર્યક્રમ યોજાય છે. સંસ્થાનો પ્રયત્ન વિદ્યાર્થીઓને ફક્ત સારા વિદ્યાર્થીઓ બનાવવાનો જ નહી પરતું તેઓ તે એક સારી વ્યક્તિ બનાવવાનો પણ છે.

આ કદાચ એક જ સંસ્થા છે જે તમને ગાયન,વાદન અને નૃત્ય શિક્ષણ એક જ જગ્યાએ આપે છે. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ ધીમે ધીમે બાળકો શાસ્ત્રીય કલાઓની કદર કરે અને એમની ઉત્ત્તમોત્ત્તમ કલા આવડતને બહાર લાવવાનો છે. સાત વર્ષની ઉમરથી બાળકો આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકે છે. અભ્યાસક્રમનો અભિગમ વિદ્યાર્થીઓ ભારતીય શાસ્ત્રીય સંગીતથી માહિતગાર થાય અને જરૂર કૌશલ્ય તેમજ શિક્ષણ મેળવી તેમના પસંદિત ક્ષેત્રમા સુસજ્જ બનાવવાનો છે.

શિક્ષકો

ઋજુલ શાહ (સંચાલક) 

બી.કોમ.એલ.એલ.બી. વિશારદ-કંઠ્ય અને હારમોનીયમ

શ્રીમતી મુદુલા પરીખ

વિશારદ-કંઠ્ય

કબીરદાન ગઢવી

સપ્તક સ્કુલ ઓફ મ્યુઝીક

વૈશાલી શાહ

વિશારદ- શાસ્ત્રીય નૃત્ય

સંચાલકનો સંદેશો

૨૧મી સદીનાં સ્પર્ધાત્મક યુગમાં દરેક માનવી કોઈ ને કોઈ રીતે તનાવથી પીડાતો હોય છે. ‘સંગીત’ આ તનાવ દૂર કરવાનું ઉત્ત્તમ સાધન છે. તેમજ ‘સ્વર’થી ઈશ્વર સુધી પહોચાડવાનું ઉત્ત્તમ માધ્યમ છે. ‘કલાનિકેતન’ સ્વર અને શબ્દની ઉપાસના દ્વારા સંવેદનશીલતાને સંકોચવાનો પ્રયત્ન કરે છે.

ઋજુલ શાહ , સંચાલક

Subscribe for a Newsletter