શિક્ષણ મહાવિદ્યાલય

શિક્ષણ મહાવિદ્યાલય

ઇતિહાસ અને વિહંગાવલોકન

તત્કાલીન મુંબઈ રાજ્યના નાયબ મંત્રી શ્રીમતી ઈંદુમતીબેન શેઠે વર્ષ ૧૯૬૪માં ગાંધીજીના બુનિયાદી તાલીમના ખ્યાલને ધ્યાનમાં રાખી જી.બી.ટી.સી. (Graduate Basic Training College) ની સ્થાપના કરી. પ્રશિક્ષાર્થીઓનો ગણવેશ ખાદીનો રાખવામાં આવ્યો અને હાલમાં પણ ખાદીનો ગણવેશ ફરજીયાત છે. બદલાતાં પ્રવાહોને ધ્યાનમાં લઈને સન ૨૦૧૦માં N.C.T.E (Bhopal) દ્વારા સંસ્થાને બી.એડ.કોલેજમાં પરિવર્તન કરવાની સ્વીકૃતી પ્રાપ્ત થઇ અને તેનું નામાભિધાન શેઠ ચી.ન.શિક્ષણ મહાવિદ્યાલય કરવામાં આવ્યું. ગુજરાતયુનિવર્સીટી સાથે જોડાણ ધરાવતી સંસ્થા પાયાનાં મૂલ્યોને નજર સમક્ષ રાખી પ્રશિક્ષાર્થીઓને શિક્ષિત કરે છે.

અભ્યાસક્રમ

b[ vp (vwiY)g[\J, simi(jk- (vXin, g(Nt an[ (vXin (vPyi[n&> Xin aipvimi> aiv[ C[.

વિદ્યાર્થી જીવન

સમાજને આજે જોઈએ છે તાલીમબધ્ધ, સક્ષમ શિક્ષકો જે ભાવી પેઢીનું ઘડતર કરી શકે. ફક્ત બી.એડ.ની ઉપાધિ પ્રાપ્ત કરવાની ઉત્તમ શિક્ષક બની શકતું નથી. આ સંસ્થા ભવિષ્યનાં શિક્ષકોને અભ્યાસક્રમની સાથે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તેમના વ્યક્તિત્વના વિવિધ પાસાંઓ વિકસે તે દિશામાં સતત પ્રવૃતિશીલ રહે છે. તેમનામાં આત્મસન્માન અને આત્મવિશ્વાસ જન્મે અને તેઓ મૂલ્યનિષ્ઠ બને તેવો પ્રયત્ન આચાર્ય ને શિક્ષકો સતત કરતા રહ્યાં છે. ગુજરાતી,હિન્દી,સમાજિક વિજ્ઞાન, અંગ્રેજી,વિજ્ઞાન અને ગણિત વિષયોનું શિક્ષણ સંસ્થામાં આપવામાં આવે છે.

પ્રવેશ પ્રક્રિયા

સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને કોલેજ પ્રવેશ આપવામાં આવે છે, નેશનલ કાઉન્સીલ ફોર ટીચર એજ્યુકેશન દ્વારા માન્યતા ધરાવતી આ સંસ્થા ગુજરાત યુનિવર્સિટી સાથે સંલન્ન છે. દર વર્ષે ૪૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો બંનેને પ્રવેશ અપાય છે. ગુજરાત યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પ્રમાણે પ્રવેશ થાય છે. ગુજરાત યુનિવર્સિટીની કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે.

Subscribe for a Newsletter